Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

જૂનાગઢમાં મહિલાઓના અધિકારો અંગે શિબિર

જૂનાગઢઃ જીલ્લા કાનુની સેવા સતા મંડળ તથા સત્યમ સેવા યુવક મંડળના સહયોગથી સત્યમ મંડળના હોલમાં મહીલાઓને મળતા અધિકાર લાભોની કાનુની શિક્ષણ શિબિર યોજવામા આવેલ હતી. ઉદ્ઘાટન જીલ્લા કાનુની સેવા સતા મંડળના સેક્રેટરી પી.એમ. આસોદરીયાએ કર્યુ હતું. આ કાનુની શિક્ષણ શિબીરમાં જૂનાગઢ કોર્ટના ન્યાયાધીશ સી.વી. રાણા, કુ.અલ્પાબેન કડીવાર, ઉપસ્થિત રહેલ અને વિધવા બહેનો વૃધ્ધ માતાઓ તથા આર્થીક રીતે પછાત વર્ગની બહેનોને નિરાધાર બહેનોને દાતા જીતુભાઇ લોઢીયા, દામજીભાઇ પરમાર, મનીષભાઇ લોઢીયા અને જીજ્ઞાબેન લોઢીયા તરફથી અનાજની કીટ તથા કેરીનુ વિતરણ કરવામા આવેલ હતું. કાર્યક્રમને સફળ બનાવવા મટો સંસ્થાના મનસુખભાઇ વાજા, અરવિંદભાઇ મારડીયા, શાંતાબેન બેસ, કીરીટભાઇ વાઢેર વિગેરેએ સફળ બનાવેલ હતો. શિબીરમાં દીપ પ્રગટયની તસ્વીરફ (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(3:03 pm IST)