Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

જામનગરમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં વિકરાળ આગ

જામનગર, તા.૧૬: જામનગરમાં આવેલા દરેક જીઆઇડીસી ફેસ ૨ માં આવેલા જય અંબે એન્ટરપ્રાઇઝ નામના પ્લાસ્ટિકના ગોડાઉનમાં મોડી રાતથી અચાનક જ આગ ભભૂકી ઉઠતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. છ કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં પણ ૧૦ ગાડીના ફાયરિંગ બાદ પણ આગ પર કાબુ મેળવ્યો નથી. હાલ આગ કયા કારણોસર લાગી તેનો પણ કોઇ ચોકકસ કારણ બહાર આવ્યું નથી. હાલ તો ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર કે.કે.બિન્નોઇ અને ફાયરબ્રિગેડના સ્ટાફ મથામણ કરી રહ્યો છે.(તસ્વીરઃકિંજલ કારસરીયા, જામનગર)

(1:26 pm IST)