Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

જસદણના પોલારપર ગામે ઉઘરાણી પ્રશ્ને સુરેશ કોળી પર લોખંડના સળીયાથી હૂમલો

લીંબા સોલંકી, રજની, અનિલ, ધનજી, સુરેશ તથા ૪ અજાણી મહિલા સામે ફરીયાદઃ વચ્ચે પડેલ બે મહિલાઓને પણ માર માર્યો

રાજકોટ તા. ૧પ :.. જસદણના પોલારપર ગામે ઉઘરાણી પ્રશ્ને કોળી યુવાન પર લોખંડના સળીયાથી હૂમલો થયો હતો આ અંગે ૯ ઇસમો સામે પોલીસમાં ફરીયાદ થઇ છે.

મળતી વિગતો મુજબ જસદણના પોલારપર ગામે રહેતા સુરેશ મુળજીભાઇ કોળી (ઉ.૩૦) ના ઘરે યુટીલીટીમાં આવેલ લીંબા બીજલભાઇ સોલંકી રે. રામોદ, રજની ભુપતભાઇ સોલંકી રે. રાજકોટ, અનિલ લીંબાભાઇ સોલંકી રે. રામોદ, ધનજી બીજલભાઇ સોલંકી રે. રામોદ, સુરેશ કેશુભાઇ ધોણીયા રે. રાજકોટ તથા ચાર અજાણી મહિલાઓએ ગેરકાયદે મંડળી રચી લોખંડના સળીયાથી હૂમલો કરતા સુરેશને ઇજા થઇ હતી અને સુરેશને બચાવવા વચ્ચે પડેલ સાહેદ કાંતુબેન તથા નયનાબેનને પણ માર માર્યો હતો.

ઇજાગ્રસ્ત સુરેશ કોળીએ લીંબા સોલંકી પાસેથી યુટીલીટી વાહન લોનના હપ્તા ભરવાની શરતે ૧,૬પ,૦૦૦ માં ખરીદેલ જે પૈકીના પપ,૦૦૦ બાકી હોય તેની ઉઘરાણી કરતા સુરેશે ફોન બંધ કરી દેતા લીંબા સોલંકીએ તેના સાગ્રીતો સાથે મળી સુરેશના ઘરે જઇ હૂમલો કર્યો હતો. આ અંગે ઉકત ૯ શખ્સો સામે ફરીયાદ થતા જસદણ પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:54 am IST)