Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

ભુજના રિલાયન્સ મોલનો કર્મચારી મોલનું ૧૦ લાખનું ફુલેકું ફેરવી છૂ

ભુજ તા. ૧૬ :  ભુજના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રિલાયન્સ મોલના ભુજના કર્મચારી સામે માલ તેમ જ રોકડનું ૧૦ લાખ ૧૩ હજારનું ફુલેકું ફેરવી છૂ થઈ જવાની ફરિયાદ નોંધાઇ છે. મૂળ રાજકોટના અને હાલે ભુજ રહેતા શેખર રાજકુમાર બોસે ભુજના રિલાયન્સ મોલમાં કામ કરતા કર્મચારી દર્શન ખેંગાર પરમારની વિરુદ્ધ અનાજ, કરીયાણા અને કોસ્મેટિકના ૬,૫૪,૮૫૦ ના જથ્થા ઉપરાંત ગત તારીખ ૪/૭ નો રોકડ વકરો ૩,૩૬,૮૦૯ અને એકાઉન્ટ ખર્ચના અપાયેલા રૂપિયા ૨૧ હજાર એમ કુલ મળીને ૧૦ લાખ ૧૩ હજાર ૩૫૯ ચોરી કરીને નાસી છૂટ્યો હોવાની પોલીસને ફરિયાદ નોંધાવી છે. જોકે, સીસી ટીવી કેમેરા હોવા છતાં કર્મચારી દ્વારા કઈ રીતે ચોરી કરાઈ તે વાતે ચર્ચા સાથે મોલની સિક્યુરિટી વિશે સવાલો સર્જ્યા છે.

(11:54 am IST)