Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

શાપર-વેરાવળમાં ઓટોમોબાઈલ્સના શો રૂમના કાચ તોડી ચોરીનો પ્રયાસ

ચાર તસ્કરો સીસીટીવીમાં કેદઃ ૧૫,૫૦૦નું નુકશાન કર્યાની ફરીયાદ

રાજકોટ, ૧૬ :. શાપર-વેરાવળમાં ઓટોમોબાઈલ્સના શો રૂમના કાચ તોડી તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો. જો કે તસ્કરોને ફોગટનો ફેરો થયો હતો. ચારેય તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ શાપર-વેરાવળમાં નેશનલ હાઈવે પર આવેલ જીતેન્દ્ર ઓટોમોબાઈલ્સ કંપની (ટાટા શો રૂમ)ના કાચ તોડી ચાર તસ્કરોએ કાચ તોડી અંદર પ્રવેશી શટર ઉંચકાવ્યા હતા પરંતુ કંઈ ન મળતા ફોગટનો ફેરો થયો હતો. ચોરીનો પ્રયાસ કરનાર ચારેય તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે.

આ અંગે શો રૂમના કર્મચારી આદિત્યસિંહ જાડેજા રે. રાજકોટએ ચાર અજાણ્યા શખ્સો સામે ફરીયાદ કરતા શાપર પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:53 am IST)