Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

વાંકાનેર ડુપ્લીકેટ તમાકુ પ્રકરણમાં પાંચેય આરોપીઓ ચાર દિવસના રીમાન્ડ પર

નકલી તમાકુનું વેચાણ કયાં કર્યું? કયાંથી નકલી માલ આવતો તે અંગે તપાસનો ધમધમાટ

વાંકાનેર તા. ૧૬: વાંકાનેરમાં ડુપ્લીકેટ બાગબાન તમાકુની ફેકટરી ઝડપાયા બાદ વાંકાનેર પોલીસ દ્વારા પકડાયેલ પ શખ્સને ૧૧ દિવસની રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરાતા વાંકાનેર કોર્ટે ૪ દિવસના રીમાન્ડ મંજુર કર્યા છે. હવે રીમાન્ડ દરમ્યાન ડુપ્લીકેટ તમાકુ બનાવવાના આરોપસર જ ફરી બીજીવાર પકડાયેલ આરોપી નકલી તમાકુનું વેચાણ કયાં કયાં કર્યું છે? હાલ કયાં કરે છે? ફેકટરીમાં અસલી-નકલી માલ કયાંથી આવે છે? તે સહિતની વિગતો અંગે પોલીસે તપાસના ધમધમાટ શરૂ કર્યો છે.

જે આરોપીઓના રીમાન્ડ મંજુર થયા છે તેમાં મુખ્ય આરોપી ઉસ્માન ગની શેરસીયા તેમજ મદદગારીમાં રહેલા આરોપીઓ આદિલ મામદ ભોરાણીયા (પંચાસર), સરફરાઝ મહંમદભાઇ ભોરણીયા, મહંમદ અસ્લમ વડાલીયા તથા અસ્લમ ઇદરીશ પઠાણ પૈકી મુખ્ય આરોપી ઉસ્માન ગલની શેરસીયા કે જેઓ હજજ પઢીને હાજી થયા છે તે ઉપરાંત તેઓ ધાર્મિક વિદેશ પ્રવાસે ગયેલ.આરોપીના બચાવવામાં વાંકાનેરના રાજકીય અગ્રણીઓ મોરબી જીલ્લા પોલીસ પાસે જઇને રજુઆત કરી હતી. પણ પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

કહેવાય છે કે રીમાન્ડ ઉપર રહેલા આરોપીઓ ઘણા સમયથી બાગબાન તમાકુના ડબલાના તળીયા કાઢી તેમાં નકલી માલ ભરતા હોવાનું ચર્ચાય છે.

(11:49 am IST)