Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

ગોંડલ-જેતપુર મામલતદાર કચેરીઓનું વિભાજન આજથી બંને શહેરની અલગ મામલતદાર કચેરી

કલેકટર દ્વારા મામલતદાર-નાયબ મામલતદાર-સર્કલ- કલાર્કનું મહેકમ મંજુર

રાજકોટ તા ૧૬  :  સરકારના મહેસુલ વિભાગના ઠરાવથી ૧ લાખથી વધુ વસ્તી ધરાવતી 'અ' વર્ગની ૧૮ નગરપાલીકા વિસ્તારો માટે હાલની મામલતદાર કચેરીઓનું વિભાજન કરી મામલતદાર કચેરી,(શહેર) ની નવી કચેરી શરૂ કરવા માટે મહેકમ મંજુર કરવામાંઆવેલ છે, જે અંતર્ગત રાજકોટ જીલ્લામાં ગોંડલ તથા જેતપુર નગરપાલિકા વિસ્તારમાં અનુક્રમે મામલતદાર કચેરી, ગોંડલ (શહેર), મામલતદાર કચેરી, જેતપુર (શહેર) અસ્તિત્વમાં આવેલ છે. આ પ્રત્યેક કચેરીમાં નીચે મુજબની જગ્યાઓનું મહેકમ મંજુર કરવામાં આવેલ છે. આ મહેકમમાં મામલતદાર , બે નાયબ મામલતદાર, ૧ એક સર્કલ ઓફીસર તથા ત્રણ કલાર્કનો સમાવેશ થાય છે. આ તમામને અન્ય વધારાના હવાલા પણ સોંપાયા છે.

(11:48 am IST)