Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

સૌરાષ્ટ્ર-કચ્છમાં ગુંજયા જય ગુરૂદેવના નાદઃ ગુરૂપૂર્ણિમાની ઉજવણી

કબીરજીનો દોહો... ગુરૂ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય બલિહારી ગુરૂ આપ કી ગોવિંદ દિયો દિખાયઃ અહંકારનું દહન કરી, વિશુદ્ધ બુદ્ધિમાં જ્ઞાનનો પ્રકાશ રેલાવે તે સાચા ગુરૃઃ પૂ.રણછોડદાસજી આશ્રમ,પરબધામ, સતાધાર, બગદાણા, ગધેથડ સહિત અનેક સ્થળોએ ભાવિકો ઉમટ્યા

રાજકોટ તા.૧૬: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમા આજે ગુરૂપુર્ણિમાની ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે આજે સવારથી જુદા-જુદા ધાર્મિક સ્થળોએ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા છે અને ગુરૂપુજનના કાર્યક્રમમા સહભાગી બન્યા છે. આજે શ્રી રણછોડદાસ આશ્રમ,બગદાણા, સતાધાર,પરબધામ, ગધેથડ સહિત અનેક ધાર્મિક સ્થળો મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા.

ધારી

ધારીઃ પંચમુખી હનુમાનજીના મંદિરે આજ ગુરૂપુર્ણીમાના મહોત્સ્વમાં સવારે ૯ કલાકે ગુરૂપુજન ૯.૧૫ કલાકે નવા મકાનમા પ્રવેશ સવારે ૯.૩૦ કલાકે યજ્ઞ, બપોરે ૧.૩૦ કલાકે મહાપ્રસાદ ભોજન પ્રસાદ રાખેલ છે. વાકુની ધારૂ પંચમુખી હનુમાન મંદિરે ભોજન મહાપ્રસાદના દાતા શ્રી અશ્વીનભાઇ બાલુભાઇ સભાયા તરફથી રાખેલ છે તેમ પંચમુખી આશ્રમના કરૂણા નિધાન દાસજી ગુરૂશ્રી રામ બાલક દાસજીની તેમજ સેવક ગણ જણાવે છે.

ધોરાજી

ધોરાજીઃ ધોરાજીના જન્માષ્ટમી મેળા ગ્રાઉન્ડ ખાતે આવેલ શ્રી ચૈતન્ય હનુમાનજી આશ્રમ આહવાન અખાડાના શ્રી મહંત શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજ ગુરૂ શ્રી શિવ સાગર જી મહારાજના પાવન સાનિધ્યમાં તારીખ ૧૬ અને મંગળવારના રોજ અખંડ રામાયણના પાઠ અને સત્યનારાયણ ભગવાનની કથા રાખવામાં આવી છે ગ્રહણને કારણે ઉત્સવ બીજા દિવસે એટલે કે તારીખ ૧૭ને બુધવારના રોજ ૯ વ્યાસ પુજા સંત પૂજા ગુરૂ પુજા મહા આરતી શહીદ કાર્યક્રમ યોજાશે બાદ બપોરે ૧૨ કલાકે મહાપ્રસાદ રાખેલ છે આ પ્રસંગે મોટી સંખ્યામાં સેવક અનુયાયીઓ ભાવિક ભકતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

(11:47 am IST)