Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

ગોંડલમાં સદસ્યતા અભિયાન અંતર્ગત ભાજપ જીલ્લા કિશાન મોરચાની કારોબારી

ખીરસરા તા. ૧૫: ભાજપ મોરચાના જીલ્લા કિશાન કારોબારી સદસ્યતા  અભિયાન  -૨૦૧૯ અંતર્ગત જીલ્લા કારોબારી કિશાન મોરચાના પ્રમુખ વિજયભાઇ કોરાટની અધ્યક્ષતામાં યોજાઇ હતી. તેમાં આગામી દિવસોમાં જીલ્લા કિશાન મોરચા દ્વારા ખેડુત વર્ગને સદસ્યતા અભિયાનમાં જોડાવા માટે ચર્ચા કરવામાં આવી તેમજ કેન્દ્ર અને રાજ્યના બજેટમાં ગરીબ  ગામડુ અને ખેડુત માટે યોજનાકીય લાભો અને નવી યોજનાઓ લાવવામાં આવેલ હોય તે અંગેની માહિતી મંડલસહ પ્રમુખ, મહામંત્રી સહ સમગ્ર વિસ્તારથી પ્રમુખ વિજયભાઇ કોરાટ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવેલ. તેમજ સદસ્યતા  અભિયાન  ૨૦૧૯ અંતર્ગત જીલ્લાભરમાંથી ખેડુત વર્ગને જોડાવા આહવાન કરાયુ હતુ.

આ તકે પ્રભારી લગધીરસિંહ  જાડેજા દ્વારા મોટા ખેડુત માટે પ્રધાનમંત્રી કિશાન સન્માન નીધીમા બાકી રહેલા ખેડુતો લાભ લ્યે તે માટે મંડળ પ્રમુખ અને મહામંત્રી જહેમત ઉઠાવે તેવો અનુરોધ કરાયો હતો.

મહામંત્રી હરસુખભાઇ  સોજીત્રા દ્વારા  ખેડુતોને તાજેતરમાં ચાલી રહેલ પાક વિમા પ્રીમીયમ સમયસર ઓનલાઇન નોંધ કરાવવા તાકીદ કરી હતી.

અલ્પેશભાઇ ઢોલરીયાએ જણાવ્યુ કે  આગામી સમયમાં પાણીની તંગીને પહોચી વળવા વધારે ખેડુતો ડ્રીપ પધ્ધતી અપનાવે તે માટે કિશાન મોર્ચાએ ખેડુતોને સહમત કરવા જોઇએ.

સદસ્યતા  અભિયાન માં કિશાન મોર્ચો કોઇ કચાસ ન રાખે અને જીલ્લાભરમાં ૫૦,૦૦૦/- સભ્યો  જોડાશે. તેમ પ્રમુખ વિજયભાઇ કોરાટે જણાવ્યુ હતુ.

આ તકે  પ્રમુખ વિજયભાઇ કોરાટ મહામંત્રી હરસુખભાઇ સોજીત્રા , હરદેવસિંહ જાડેજા , પ્રભારી લગધીરસિંહ જાડેજા, ગોંડલ ભાજપ પ્રમુખ અલ્પેશભાઇ ઢોલરીયા , ગોંડલ નગરપાલિકા પ્રમુખ શ્રી અશોકભાઇ પીપળીયા , ગોંડલ માર્કેટીંગ યાર્ડના ચેરમેન ગોપાલભાઇ શિંગાળા વાઇસ ચેરમેન કનકસિંહ જાડેજા , જીલ્લા લીગલ સેલના કન્વીનર ભાસ્કરભાઇ જસાણી મંડળના  પ્રમુખ - મહામંત્રી અને જીલ્લા કારોબારી સભ્ય હાજર રહ્યા હતા.  સફળ બનાવવા ગોંડલ તાલુકા કિશાન મોરચાના પ્રમુખ હિતેષભાઇ ગોંડલીયા અને સમગ્ર ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

(11:40 am IST)