Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

ભાણવડઃ અભિલાષા શૈક્ષણિક સંકુલ ખાતે એથલેટિકસ સ્પર્ધા સંપન્ન

ભાણવડ તાલુકાના વાનાવડ ગામે આવેલી અભિલાષા શૈક્ષણિક સંકુલ ખાતે તાલુકા કક્ષાની અંડર-૧૯ એથલેટિકસ રમતોની સ્પર્ધામાં તાલુકાભરની શાળાના વિદ્યાર્થીઓએ હિસ્સો લઇ કૌવત દેખાડયું હતું. આ સ્પર્ધાઓમાં અભિલાષા સ્કુલના વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ઝળકયા હતા. જેમાં ૧૦૦ મી. દોડમાં રાવલીયા ધાર્મિક ડાડુભાઇ પ્રથમ, ર૦૦ મી. દોડમાં કરમુર દિપક હરદાસભાઇ પ્રથમ, ચક્ર ફેંકમાં દાસા વિજય નેભાભાઇ પ્રથમ, ગોળાફેંકમાંમુછાળ ગોવિંદ ફોગાભાઇ પ્રથમ, બરછીફેંક તથા લાંબીકુદમાં વાઘેલા મહેશ દિનેશભાઇ પ્રથમ આવી શાળાનું  ગૌરવ વધારેલ હતુ. સ્પર્ધામાં  ભાગ લેનાર વિવિધ સ્કુલના વિદ્યાર્થીઓને અભિલાષા શૈક્ષણિક સંકલના ટ્રસ્ટી અભેસિંહ ડોડીયા તથા પ્રિન્સીપાલ અને શિક્ષક સ્ટાફ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. (તસ્વીરઃ રવિ પરમાર ભાણવડ)

(11:39 am IST)