Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

દેવભૂમિ દ્વારકા જિલ્લાની કોર્ટોમાં સ્વચ્છતા માટે કડક વલણ અપનાવશે

કોર્ટ પરિસરમાં ચા-પાન-ગુટકાનો કચરો ફેકનારને દંડ થશે

રાવલ તા.૧૬: ખંભાલિયા મુકામે આવેલ દેવભુમિ દ્વારકા જીલ્લા અદાલતમાં જીલ્લા ન્યાયાધીશ તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ સ્વયં શિસ્ત અને સ્વચ્છતાના આગ્રહી શ્રી જે. એલ. ઓડેદરાએ કોર્ટબિલ્ડીંગ અને કોર્ટ પરીસર અને પટાંગણમાં સ્વચ્છતા જળવાઇ રહે તે માટે કોઇપણ વ્યકિત, વકિલ, પોલિસ અધિકારી, અથવા કોઇપણ ઉચ્ચ હોદા પર હોય, તેવા કોઇ વ્યકિત કોર્ટ બિલ્ડીંગ અથવા કોર્ટ પરીસરમાં પાનની પીચકારી મારતા, ચાની પ્યાલી કે કોઇ કચરો જાહેરમાં ફેકતા ઝડપાઇ જાય તો તેની સામે ધોરણસર દંડનાત્મક કાર્યવાહી કરવા સુચના આપેલ હોવાનું જાણવા મળે છે.

આ માટે જરૂર પડયે સી.સી.ટી.વી.નું નિયત સમયાંતર નિરીક્ષણ કરીને પણ જવાબદાર લોકો સામે પગલા લેવા સુચના આપવામાં આવેલ હોવાનું જાણવા મળતાં લોકો સ્વયં શિસ્ત જાળવવા પ્રયાસો કરી રહેલ છે. તેની અસર સ્વચ્છતા પર પડેલ હોવાનું જાણવા મળેલ છે.

જીલ્લા ન્યાયાધીશ મારફત થયેલ પહેલની પ્રશંશા થઇ રહી છે.

(11:38 am IST)