Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

બગસરા પાસે સરાણીયા વાસના પાણીના બોર અને પીકઅપ બસ સ્ટેન્ડ માટે ૪.પ૦ લાખની ગરાન્ટ

બગસરા, તા. ૧૬ : જેતપુર રોડ ઉપર સરાણીયા વાસમાં છેલ્લા કેટલાય સમયથી પાણીની સમસ્યા હતી જયારે વિસ્તાર વાસીઓ દ્વારા કોંગ્રેસના આગેવાનોને આ સમસ્યા વિશે માહિતગાર કરતા જયસુખભાઇ મેર તેમજ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ અનકભાઇ વાળાની ટીમ દ્વારા ધારાસભ્ય જેવી કાકડિયાને માહિતી આપતા તાત્કાલીકના ધોરણે જે.વી. કાકડિયાએ સરાણીયા વાસમાં પાણીનો બોર અને મશીનરી તેમજ રૂમ માટે રૂપિયા અઢી લાખની ગ્રાન્ટ ફાળવી છે.

સર્કીટ હાઉસ સામે રોડ ઉપર પીકઅપ બસ સ્ટેન્ડ બનાવવા રૂપિયા બે લાખની ગ્રાન્ટ ફાળવી કુલ મળી રૂપિયા સાડા ચાર લાખ રૂપિયા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવ્યા.

સરાણીયા વાસની રૂબરૂ મુલાકાત લીધી હતી. ધારાસભ્ય જે.વી. કાકડિયાના ફુલહારથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ પ્રસંગે જિલ્લા ઉપપ્રમુખ અનકભાઇ વાળા તેમજ શહેર પ્રમુખ જયસુખભાઇ મેર તેમજ ચિરાગ પરમાર તેમજ હુસેન હૈદરા, અનિલ સાવલીયા, જમાલ સરવૈયા, રમેશભાઇ કરાણીયા તથા ભગીરથ વાળા સહિતના કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

(11:38 am IST)