Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

હળવદના અજીતગઢમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા ૬ ઝડપાયા

હળવદ, તા. ૧૬ : હળવદ તાલુકાના અજીતગઢ ગામે નવા પ્લોટ વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનમાં જુગારધામ ચાલતું હોવાની બાતમી હળવદ પોલીસને મળી હતી.

 જેના આધારે પી.આઈ. પી.આઈ. એમ.આર. સોલંકીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. પી.જી. પનારા, યોગેશદાન ગઢવી, ગંભીરસિંહ ચૌહાણ, ચંદુભાઈ ઠાકોર, મુમાભાઈ રબારી, કમલેશભાઈ, બિપીનભાઈ પરમાર સહિતનાઓએ આરોપી સુરેશભાઈ બાબુભાઈ કોળીના રહેણાંક મકાનમાં દરોડો પાડતા ગંજીપાનાનો જુગાર રમી રહેલા શખ્સોના હોંશ ઉડી ગયા હતા. પોલીસ દ્વારા દ્યટનાસ્થળેથી સુરેશભાઈ બાબુભાઈ કોળી, કાંતિલાલ ઉર્ફે હકાભાઈ બાબુભાઈ કોળી, અશ્વીનભાઈ બાબુભાઈ કોળી, વિકેશભાઈ કાળુભાઈ કોળી, ભરતભાઈ બુટાભાઈ કોળી, ભરતભાઈ લખમણભાઈ પટેલ (રહે. તમામ અજીતગઢ)ને બે મોબાઈલ તેમજ રોકડ ૧૬,૩૦૦ની રકમ ઝડપી લઈ હળવદ પોલીસ મથકે લઈ આવી જુગારધારા કલમ એકટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.ઙ્ગ અત્રે ઉલ્લેખનીય છે કે, જુગારીઓ પોલીસથી બચવા મોડી રાત્રીના રહેણાંક મકાન અથવા તો અવાવરૂ જગ્યાઓ પર જુગાર કલબો ચલાવી તેમજ નાલ ઉઘરાવતા હોવાનું પણ સામે આવ્યું છે.

(11:36 am IST)