Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

ઉનાના સૈયદ રાજપરા બંદરમાં પાણીનો પોકાર : પાણી લેવા માટે દૂર સુધી ભટકવુ પડે

ટેન્કર દ્વારા પુરતુ પાણી અપાતું નથી : ૨૦ દિવસથી વિકટ પરિસ્થિતિ

ઉના તા. ૧૬ : તાલુકાના સૈયદ રાજપરા બંદર વિસ્તારમાં પીવાના પાણીનો પોકાર ઉઠયો છે પીવાના પાણી શોધવા માટે દૂર વિસ્તારોમાં ભટકવુ પડે છે.

ગીર સોમનાથ જીલ્લા ઉના તાલુકા સૈયદ રાજપરા બંદરમાં પીવાના પાણી માટે ગામ લોબો વીસ દિવસથી સૈ. રાજપરા ગામના લોકો વલખા મારે છે. રાજપરા ગામથી બાજુના સીમર અને શિતળા માતાજીના મંદિરે પાણી ભરવા જવુ પડે છે. છેલ્લા ઘણા દિવસથી સૈયદ રાજપરા ગ્રામ પંચાયતના આંતરીક જગડાને કારણે ગામ લોકો પરેશાન છે.સૈયદ રાજપરા ગામ ઉના તાલુકાનુ છેવાળાનુ ગામ છે અને ૧૫૦૦૦ ની માછીમારીની વસ્તી ધરાવે છે અને આજુબાજુના ૧૫ ગામના લોકો પોતાની રોજી રોટી મેળવવા ગામમાં રહે છે. જેમાં જાફરાબાદ તાલુકાના ધારાબંદર, રોહિસા, ચાચબંદર, ચિત્રાસર, કેરાળા અને અનેક ગામના લોકો રહે છે જેને આજે પાણી માટે વલખા મારવા પડે છે. હાલ સૈયદ રાજપરામાં ખાનગી માલીકીના પાણીના ટાંકાથી પાણી વેચવામાં આવે છે. ટાકાથી આખુ ગામ જીવી રહ્યુ છે. જો સરકાર આગામી દિવસોમાં આ પ્રશ્નનો નિકાલ નહી કરવામાં આવે તો રાજપરા ગામના જાગૃત નાગરીક ભરતભાઇ કામળીયા દ્વારા ઉના તા.પં.માં રામધુન કરવા ચીમકી અપાઇ છે.

(11:35 am IST)