Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

ગોંડલ રોટરી દ્વારા રેઇનકોટ વિતરણ

ગોંડલ : વર્ષ ૨૦૧૯-૨૦ ના પ્રથમ પ્રોજેકટ રોટરી કલબ દ્વારા ગોંડલ ના જરૂરિયાત મંદ લોકો ને રૈન કોટ વિતરણ કરવામાં આવ્યું છે. ગોંડલ ની શાળા નંબર ૭ સરકારી સ્કૂલ માં અભ્યાસ કરતા નાના ભૂલકાઓ ને વરસાદ ના કારણે ભણતર ના બગડે તેવા શુભ આશય થી રેનકોટ વિતરણ નો કાર્યક્રમ રાખેલ હતો સાથો સાથ બાળકો માટે ડ્રોઇંગ સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ હતું. નવયુવા પ્રમુખ કેતન રૈયાણી એ જણાવ્યું હતું કે રોટરી કલબ છેલ્લા ૬૦ વર્ષ થી વિવિધ સેવાકીય પ્રવૃતિઓ થી જોડાયેલ છે. શિયાળા માં ધાબળા તેમજ સ્વેટર વિતરણ પણ કરાય છે તો અનેક મેદકલ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, જરૂરિયાત મંદો ને સહાય જેવી અનેક પ્રવૃત્ત્િ। ની સુવાસ ફેલાવી રહી છે. અને આવનારા સમય માં કરતી પણ રહેશે. ચિત્ર સ્પર્ધા માં ૧ થી ૫ પ્રથમ આવનાર ને સ્વ. ચંદુભાઈ રાજા ના સ્મરણાર્થે વિનોદ રાજા હસ્તે પ્રોત્સાહિત ઙ્ગઈનામ પણ આપવામાં આવેલ. આ તકે શાળા ના સંચાલક તેમજ ધર્મેન્દ્ર ભાઈ કોઠારી નો સુંદર સહયોગ સાંપડેલ હતો. કલબ ના પ્રમુખ શ્રી કેતનભાઈ રૈયાણી , સેક્રેટરી જીતેન્દ્રભાઈ, યોગેન્દ્ર જોશી, વિનોદ રાજા, જયોતિનભાઈ, મનસુખભાઇ, હિરેનભાઈ તેમજ મિતુલભાઈ તના ઉપસ્થિત રહ્યા હતા. રેઇનકોટ વિતરણ કરવામાં આવ્યા તે તસ્વીર.

(11:34 am IST)