Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

વિંછીયાના અમરતુર ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા ૭ પકડાયા

રાજકોટ તા.૧૬: વિંછીયાના અમરાપુર ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા સાત શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.

મળતી વિગતો મુજબ વિંછીયાના અમરાપુર ગામે હાથસણી જવાના રસ્તે જુગાર રમાતો હોવાની બાતમી મળતા હેડકો.એચ.એમ.ડાભી તથા તથા પો.કો. જયેશભાઇ મેરસહિતના સ્ટાફે રેડ કરી જુગાર રમતા (૧)મંનસુખ ઉર્ફે ભુરો શીવરાજભાઇ (૨)લાલજી ધીરૂભાઇ કોળી (૩)નિલેશ કાળુભાઇ કોળી (૪)વિરજી રામજીભાઇ કોળી (૫)હિતેશ કોળી (૬)ભુપત વાધાભાઇ કોળી તથા (૭)રશીક બચુભાઇ કોળી રહે બધા અમરાપુર તા.વિછીયાને રોકડા રૂ.૧૦,૧૬૦ તથા ૬ બાઇક મળી કુલ રૂ.૧,૩૫,૧૬૦ના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(11:32 am IST)