Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

રાજુલાના વડ ગામની સીમમા ધોળે દિવસે સિંહ આવી ચડ્યો :ખેતીકામ કરતા મજુરોમાં નાસભાગ

વાડી વિસ્તારમાં વનરાજ આવતા મજૂરો ભયભીત થઈને ભાગ્યા

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વડ ગામમાં ધોળે દિવસે સિંહ આવી ચડ્યો હતો સિંહને નિહાળતા ખેતરમાં કામ કરતા મજૂરોમાં નાશભાગ મચી જવા પામી હતી

 વાડી વિસ્તારમાં સિંહ આવી ચડતા કામ કરતા મજૂરો ભયભીત થઈને ભાગ્યા હતા

 સિંહ સામાન્ય રીતે નિશાચર હોય છે. વરસાદી સિઝનને લઈ પાણી અને ખોરાકની શોધ માં વાડી વિસ્તાર માં આવી વનરાજ ચડ્યો હોવાનું અનુમાન છે.

હાલ ખેતીની સિઝન પુરજોશમા હોય અને ખેતર માં સિંહ આવતા ભયભિત બની મજૂરો અને ખેડૂતો ગભરાઈ જતા ખેતર માંથી મજૂરો ખેતર છોડી ગયા હોવાનુ જાણવા મળેલ છે

(8:49 pm IST)