Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

રાજુલાનો ધાતરવડી -2 ડેમ ઓવરફ્લો :ડેમના 8 દરવાજા ખોલાયા

નીચાળવાળા આઠ ગામોને એલર્ટ :ધસમાસતાં પાણીનો પ્રવાહ

અમરેલીના રાજુલા નજીક ધાતરવડી-2 ડેમના 8 દરવાજા ખોલવામાં આવ્યા છે. એક-એક ફૂટના ડેમના 8 દરવાજા ખોલાતા નીચાણવાળા 8 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જેમા ખાખબાઈ, લોઠપુર, ઉચૈયા, સહિતના ગામનો સમાવેશ થાય છે.
  છેલ્લા 10 દિવસથી પડી રહેલા વરસાદને પગલે નીચાણવાળા વિસ્તાર અને રહેણાંક વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. દાતરડી ગામમાં વરસાદી પાણી ભરાઇ જવાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારમાં ચેકડેમ પણ ઓવરફ્લો થયા છે.

(9:41 pm IST)