Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

જેતપુર તાલુકાની પેઢલા ગ્રામ પંચાયત સુપરસીડનો આદેશ:વહીવટદાર તરીકે વી.યુ.પરમાર

જેતપુર તાલુકાની પેઢલા ગ્રામ પંચાયત સુપરસીડનો આદેશ કરાયો છે પેઢલા ગ્રામ પંચાયતના સતાધીશોનું વિસર્જન કરવાનો વિકાસ કમિશ્નર ગાંધીનગરએ આદેશ કર્યો છે ગ્રામ પંચાયતનું બજેટ સતત નામંજૂર થતાં ગ્રામ પંચાયતનું વિસર્જન કરાયું છે

   ગ્રામ પંચાયતના વિસર્જન બાદ પંચાયતમાં વહીવટદારની નિમણુંક કરાઈ છે ગ્રામ પંચાયતના વહીવટદાર તરીકે વી.યુ.પરમાર-આંકડા મદદનીશ,તાલુકા પંચાયત જેતપુરની નિમણુંક થઇ છે

(8:42 pm IST)