Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

સાંજે ગોંડલમાં ધોધમાર વરસાદ :જેલચોક નજીક બનેલા રોડમાં ગાબડું :રોડ રસ્તાની નબળી કામગીરીની પોલ ખુલી

  રાજકોટ : ગોંડલમાં સાંજે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે વરસાદના પાણી રોડ પર ફરી વળ્યાં છે જેલચોક અનજીક બનેલા રોડમાં ગાબડું પડ્યું છે  કૈલાશ બાગ રોડ ઉપર પાલિકા તંત્ર દ્વારા આર.સી.સી.રોડ બનાવાયો હતો ત્યાં સ્પીડ બ્રેકર ની જગ્યાએ મોટું ગાબડું પડી ગયું છે તંત્રએ થાગડથીગડ કરવા સિમેન્ટ નો મસાલો ભરી આપ્યો હતો આજે મેઘરાજા ફરી મહેરબાન થતાં આ જગ્યા પર મોટું ગાબડું પડી જવા પામ્યો છે પ્રી મોન્સૂન કામમાં ભ્રષ્ટાચાર અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં પાલિકા તંત્રએ ધ્યાન આપ્યું નથી આજે મેઘરાજાએ પાલિકા તંત્રની પોલ છતી કરી છે,
    આ અગાઉ સવારે ઝરમર વરસાદ સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી મારી હોય તેમ બપોરના ૧૨ કલાકથી ધોધમાર વરસવાનું શરૂ કરતા બે કલાકમાં બે ઇંચ વરસાદ પડી જવા પામ્યો હતો વરસાદના કારણે શહેરના ભુવનેશ્વરી રોડ, કોલેજ ચોક, કાશીવિશ્વનાથ રોડ પર આવેલ રાતા નાલા તેમજ જેલચોક સહિતનાવિસ્તારમાં પાણી ભરાતા નગરપાલિકા તંત્રએ દોડી જઇ ભરાયેલ પાણીનો નિકાલ કર્યો હતો.

(8:02 pm IST)