Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

તળાજામાં બે કલાકમાં ત્રણ, રાજુલામાં બે ઈંચઃ મોરબી, વાંકાનેર, મહુવા, થાનગઢ, ગીરગઢડા, જાફરાબાદ, ઉમરાળા, જામકંડોરણામાં દોઢ ઈંચ

રાજકોટ, તા. ૧૬ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે પણ મેઘાવી માહોલ બરાબરનો જામ્યો છે અને હળવો-ભારે વરસાદ વરસી રહ્યો છે. આજે બપોરના ૨ થી ૪ દરમિયાન ઝાપટાથી માંડીને વધુ બે ઈંચ વરસાદ વરસ્યો છે.

જામનગર જિલ્લાના રાજુલામાં બે ઈંચ વરસાદ પડયો છે. જ્યારે જાફરાબાદમાં દોઢ ઈંચ અને અમરેલી તથા વડીયામાં અડધો ઈંચ વરસાદ પડયો છે. બાબરા, ધારી, ખાંભા અને લીલીયામાં વરસાદી ઝાપટા વરસ્યા છે.

ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડામાં સવારથી બપોરના ૨ વાગ્યા સુધીમાં ૧૦II ઈંચ વરસાદ વરસ્યા બાદ વધુ દોઢ ઈંચ વરસતા એક જ દિવસમાં ૧૨ ઈંચ વરસાદ પડયો છે. જ્યારે તાલાળા અને કોડીનારમાં અડધો ઈંચ તેમજ વેરાવળ, ઉના અને સુત્રાપાડામાં હળવા-ભારે ઝાપટા વરસ્યા છે.

રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં દોઢ ઈંચ તેમજ ગોંડલ, લોધીકા અને વિંછીયામાં અડધો ઈંચ જ્યારે રાજકોટ, ધોરાજી, જસદણ અને કોટડાસાંગાણીમા હળવા-ભારે ઝાપટા પડયા છે.

મોરબી જિલ્લાના મોરબી અને વાંકાનેરમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ટંકારા અને હળવદમાં ઝાપટા વરસ્યા છે.

ભાવનગર જિલ્લાના મહુવામાં દોઢ ઈંચ અને તળાજામાં ૩ ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ઉમરાળામાં એક ઈંચ તેમજ શિહોર, વલ્લભીપુર અને ભાવનગર શહેરમાં હળવા વરસાદી ઝાપટા વરસ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ અને મુળીમાં દોઢ ઈંચ તેમજ ચોટીલા, ચુડા અને વઢવાણમાં અડધો ઈંચ તેમજ સાયલા, લીંબડીમાં વરસાદી ઝાપટા વરસ્યા છે.

જામનગરના લાલપુર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં હળવાભારે ઝાપટા વરસ્યા છે.

જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ શહેર ઉપરાંત કેશોદ, માળીયા હાટીના, માણાવદર અને વંથલીમાં ઝાપટા વરસ્યા છે.

(4:56 pm IST)