Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

ખંભાળીલામાં લાયન્સ કલબના હોદ્દેદારો નિમાયા

જામખંભાળીયામાં લાયન્સ કલબના આગામી ૨૦૧૮-૨૦૧૯ના હોદ્દેદારોની શપથવિધિ સમારંભ ની તસ્વીરો

ખંભાળિયા તા. ૧૪ : અહીયા લાયન્સ કલબ દ્વારા વર્ષ ૨૦૧૮-૨૦૧૯ના હોદ્દેદારોનો શપથવિધિ સમારંભ રાજકોટ સ્થિત તત્કાલિન ડિસ્ટ્રીકટ ગવર્નર હિતેષભાઇ ગણાત્રાના હસ્તે સંપન્ન થયેલ. રેખાબેન જામ દ્વારા રાષ્ટ્રધ્વજ વંદના બાદ ઘનશ્યામસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં પ્રમુખ તરીકે હાડાભા જામ ,ઉપપ્રમુખ ડો. શાર્લિન પટેલ, વિનોદ બચ્છા, સેક્રેટરી મનસુખ નકુમ, જોઇન્ટ સેક્રેટરી મહેન્દ્રભાઇ જોશી ટ્રેઝરર મિલન સાયાણી અને ટીમને પૂર્વ ગવર્નર રમેશભાઇ કોટેચાએ શપથ ગ્રહણ કરાવેલ આ પ્રસંગે   નગરપાલિકા શ્વેતાબેન શુકલ , લાયન્સ ડીસ્ટ્રીકટ ૩૨૩૨-જે ના ચાર્ટડ ડિસ્ટ્રીકટ ગવર્નર પોરબંદર સ્થિત વિનોદભાઇ દતાણી , જામનગર સ્થિત પૂર્વ ગવર્નર મીનાબેન કોટેચા સહિતનાએ  પ્રાસંગિક  પ્રવચનમાં સંસ્થાની કામગીરી બિરદાવી  હતી. સાથે સાથે  દિવ્યાંગોને ટ્રાયસિકલ, જરૂરિયાત મંદ પરિવારોને જીવન જરૂરી ચીજ વસ્તુઓની કીટ વિતરણ, ડાયાબીટીશ નિદાન સારવાર દવા વિતરણ કેમ્પ દ્વારા સેવા પ્રવૃતિઓની  હારમાળા સર્જાઇ હતી. કાર્યક્રમમાં જામનગરથી લાયન્સ અગ્રણી જયદેવભાઇ ભટ્ટ, મંજુલાબેન બચ્છા , એમ.યુ ઝવેરી, હિમાંશુભાઇ શેઠ, નરેન્દ્રસિહ જાડેજા, ભરતભાઇ બાવીસી, નીતીનભાઇ ગજ્જર સહિતના  મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન  જામનગર સ્થિત લાયન અગ્રણી  એડવોકેટ શ્રીમતી કિરણબેન શેઠે અને આભાર દર્શન હરેશભાઇ બારાઇએ કર્યા હતા. (તસ્વીર અહેવાલ : કિશોર લાલ, ખંભાળીયા) (૧૭.૯)

(12:24 pm IST)