Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

અમરેલી-સાવરકુંડલા લાઠી પ્રાંતના પ્રશ્નોની સમીક્ષા બેઠકમાં ચર્ચા કરાઇ

જિલ્લા પ્રભારી મંત્રી ફળદુએ પ્રજાકિય કામોમાં ગતિ લાવવા અપીલ કરી

અમરેલી, તા.૧૬: કૃષિ, ગ્રામ વિકાસ, મત્સ્યોદ્યોગ અને વાહન વ્યવહારમંત્રી તેમજ અમરેલી જિલ્લા પ્રભારીમંત્રીશ્રી આર.સી. ફળદુએ અમરેલી સ્થિત સરકીટ હાઉસ ખાતે એનેક્ષી બિલ્ડીંગ તેમજ શેડુભાર ખાતે તૈયાર થયેલ માઇનોર બ્રિજનું લોકાર્પણ કર્યુ હતુ.

દીપપ્રાગટ્ય અને તકતી અનાવરણ બાદ મંત્રીશ્રી ફળદુએ કહ્યું કે, પ્રજાકીય સુવિધાઓમાં ઉમેરો થાય તે રાજય સરકારનો અભિગમ છે. વિકાસલક્ષી અભિગમ સાથે રાજયમાં માળખાગત સુવિધામાં વધારો થઇ રહ્યો છે, પ્રજાકીય પ્રશ્નોના નિવારણ માટે માળખાગત સુવિધાઓ ચાલકબળ સમાન છે.

વધુમાં મંત્રીશ્રીએ કહ્યું કે, રાજય સરકારે જનસુવિધાલક્ષી વિકાસકાર્યોને વેગ આપ્યો છે. નિર્ણયશીલ રાજય સરકાર ગતિશીલ છે. અમરેલી જિલ્લામાં વિકાસકાર્યો થતાં રહે તેવી શુભેચ્છાઓ પણ મંત્રીશ્રીએ આ તકે પાઠવી હતી.        

પ્રાસંગિક પ્રવચન કરતા સાસંદશ્રી નારણભાઇ કાછડીયાએ કહ્યું કે, રાજય સરકાર વિકાસલક્ષી અભિગમ ધરાવે છે ત્યારે અમરેલી જિલ્લાની સુવિધામાં ઉમેરો થયો છે. તેમણે રાજય સરકાર દ્વારા અમરેલી જિલ્લામાં થયેલ કામગીરીનો ચિત્ત્।ાર રજૂ કર્યો હતો.

શાબ્દિક સ્વાગત કલેકટરશ્રી આયુષ ઓકે કરતા કહ્યું કે, અમરેલી ખાતે રૂ.૫.૧૯ કરોડના ખર્ચે એનેક્ષી બિલ્ડીંગ અને રૂ.૧.૪૩ કરોડના ખર્ચે શેડુભાર ખાતે માઇનોર બ્રિજનું નિર્માણ થતાં જનસુવિધામાં ઉમેરો થયો છે.

આ તકે મંત્રીશ્રી તથા મહાનુભાવોએ એનેક્ષી બિલ્ડીંગનું નિરીક્ષણ કર્યુ હતુ. આ પ્રસંગે મંત્રીશ્રી તથા મહાનુભાવોએ દેવરાજીયા ખાતે પેટ્રોલપંપનો પ્રારંભ કરાવ્યો હતો અને વાંકીયા ખાતે પ્રવેશદ્વારનું લોકાર્પણ કર્યુ હતુ.

આ પ્રસંગે ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેનશ્રી ધનસુખભાઇ ભંડેરી, પૂર્વમંત્રી સર્વશ્રી બાવકુભાઇ ઉંધાડ, શ્રી વી.વી. વધાસીયા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી હિરેનભાઇ હિરપરા, અગ્રણી સર્વશ્રી ડો. કાનાબાર, શ્રી કમલેશભાઇ કાનાણી, શ્રી રિતેષભાઇ સોની, શ્રી શરદભાઇ લાખાણી, શ્રી જીતુભાઇ ડેર, શ્રી ગોપાલભાઇ વસ્તરપરા, શ્રી મયુરભાઇ હિરપરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ નિરગુડે, વનસંરક્ષકશ્રી ડો. પ્રિયંકા ગેહલોત, માર્ગ અને મકાન કાર્યપાલક ઇજનેરશ્રી રાઠોડ, પ્રાંત અધિકારીશ્રી સતાણી, વાહનવ્યવહાર અધિકારીશ્રી સોલંકી, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી પટેલ, મદદનીશ બાગાયત નિયામકશ્રી નારોલા, નાયબ પોલીસ નિયામકશ્રી દેસાઇ, જિલ્લા તિજોરી અધિકારીશ્રી સુવા, અધિકારી-પદાધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.(૨૨.૩)

(12:23 pm IST)