Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

જેતપુર : રાજ્યમાં વિપરીત સંજોગો વચ્ચે કુદરત મહેરબાન ન થતા લોકોના ચહેરા ઉપર રોનક

નવાગઢ તા.૧૬ : રાજયમાં સરકારી તંત્ર લોકોને આભાસી ફીલગુડનો અહેસાસ કરાવી રહ્યાનો વસવસો છે. તેવામાં રાજયભરમાં અનરાધાર વર્ષા થકી કુદરતે સાચા ફીલગુડના દર્શન કરાવ્યા છે.

ગુજરાતમાં મોટાભાગના ઉદ્યોગો મંદીના ભરડામાં છે. ખેત ઉત્પાદનમાં પીછેહઠ, રોજગારીમાં પીછેહઠ, ઔદ્યોગીક વિકાસમાં પારોઠના પગલા, સરકારી તંત્રમાં ભ્રષ્ટાચાર, ગેરરીતીઓનું વધતુ પ્રમાણ, લોકપ્રશ્નોના અવહેલના, આર્થિક કૌભાંડોની હારમાળા, ગુન્હાખોરીમાં રોકેટ ગતિએ વધારો વગેરે જેવા પરિબળો વચ્ચે પૂરા રાજયમાં અનરાધાર વર્ષા થકી કુદરતે સાચા ફીલગુડના દર્શન કરાવ્યા છે.

આમ રાજયભરમાં માનવસર્જીત વિપરીત સંજોગો વચ્ચે કુદરત મહેરબાન થતા નાગરિકોના ચહેરા ઉપરના નુરમાં રોનક આવી ગઇ છે. પ્રથમ રાઉન્ડમાં જ ભારે વરસાદને પગલે બજારમાં હવે તેજીનો સંચાર થવાના ઉજળા સંજોગો ઉભા થયા છે. ધાર્મિક તહેવારોની રોનક એકદમ વધી જવાની આશા બંધાણી છે.

પ્રજાના કરોડો રૂપિયાના ખર્ચે બનાવતા આભાસી ફીલગુડ સામે નિઃશુલ્ક કુદરતી ફીલગુડથી લોકો ન્હાય રહ્યા છે ત્યારે જવાબદારોએ વાસ્તવિકતાને સ્વીકારી રાજકીય ખટપટને બાજુએ મુકીને માનવીય અભિગમ અપનાવવો જોઇએ. કુદરતની જેમ જનતા ના મતે અનેકો ફેસીલીટી ભોગવતા રાજનેતાએ પણ માનવીય અભિગમ ઓળખાવો જોઇએ તેવી ચર્ચા ચાલી રહી છે.(૪૫.૩)

(12:21 pm IST)