Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

મહુવાના લોંગડીમાં પાણીમાં તણાઇ જતા યુવકનું મોત

ભાવનગર તા. ૧૬ : ભાવનગર જિલ્લાના મહુવા તાબેના લોંગડી ગામના વિપ્ર યુવાન પાણીમાં તણાતા તેનું મોત નિપજ્યું છે.

ભાવનગર જિલ્લામાં વરસી રહેલો મુશળધાર વરસાદ હવે આફતરૂપ બની રહ્યો છે. મહુવા તાલુકાના લોંગડી ગામે પાણીના ધસમસતા પ્રવાહમાં હરેશભાઇ પંડયા નામનો યુવાન તણાયો હતો.

વહીવટી તંત્રના તરવૈયાઓ અને સ્થાનિક લોકોની ભારે જહેમત બાદ આજે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. જિલ્લાના ગામડાઓમાં ભારે વરસાદથી પરિસ્થિતિ વિકટ બની છે અને હવે લોકો મેઘરાજાને ખમૈયા કરો તેવી પ્રાર્થના કરવા લાગ્યા છે.(૨૧.૧૪)

(12:12 pm IST)