Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

મોજ ડેમમાં ૧ વર્ષનું પાણી

 ઉપલેટા : અહિં ઘણા સમયથી મેઘરાજા મન મૂકીને ન વરસતા શહેરીજનો અને ખેડૂતોમાં ચિંતાનો વિષય બની ગયો હતો. ઉપલેટા તથા ભાયાવદરને પાણી પૂરૂ પાડતા મોજ ડેમની કુલ સપાટી ૪૪ ફૂટની છે. જેમાં ૧૬ ફૂટ પાણીનો જથ્થો હતો. શનિવારે ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે પાણીની ૧૪ ફૂટ જેવી ધીંગી આવક થઈ હતી. ડેમની સપાટી ૨૯.૫ ફૂટે પહોંચતા ઉપલેટા તેમજ ભાયાવદરને ૧ વર્ષ માટે પીવાના પાણીનો પ્રશ્ન હલ થઈ ગયો છે. આજરોજ ડેમ સાઈટ ખાતે નગરપાલિકા પ્રમુખ રાણીબેન ચંદ્રવાડીયા, ઉપપ્રમુખ ધવલભાઈ માંકડીયા, સુધરાઈ સભ્યો દાનાભાઈ ચંદ્રવાડીયા, રણુભા જાડેજા, અજયભાઈ જાગાણી, આરતીબેન ત્રિવેદી, સુશીલાબા જાડેજા, વર્ષાબેન ડેર, રમાબેન ડેર વગેરે આગેવાનો દોડી ગયા હતા. નવા નીરને પાલિકા પ્રમુખ રાણીબેન ચંદ્રવાડીયાએ શ્રીફળ પધરાવી નવા નીરના વધામણા કર્યા હતા.(૩૭.૩)

(12:20 pm IST)