Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

મેંદરડા પંથકમાં ૩ દિ'માં ૧૧ ઇંચ વરસાદ

ખડીયા પાસે ડાયવર્ઝન ધોવાઇ જતા જુનાગઢ-મેંદરડા હાઇવે બંધ રાખવો પડયો

મેંદરડા તા. ૧૬ :.. મેંદરડા પંથકમાં ૩ દિવસમાં ૧૧ ઇંચ વરસાદ પડયો છે. મેંદરડા વરસાદે રવિવારે સાંજે ૧૦ વાગ્યાથી ફરી એન્ટ્રી મારી ૧૦ વાગ્યાથી વરસાદ ઝરમર ચાલુ થયો હતો. સાંજના ૧ર વાગાયથી સાંજના ર પી પ સુધીમાં ૩ કલાકમાં ૩ ઇંચ પડયો હતો.

મામલતદાર એ. જી. રાયકુડલયા મામલતદાર દ્વારા શનીવારની રાત્રે દાત્રાણા ખીમપાદરમાં પપ ને બચાવાયા મેંદરડાના દત્રાણા ખીમયાદરમાં નદી કાંઠે ૪૪ શ્રમિકો પાણીમાં ફસાતા એનડીઆરએફની ટીમે સ્થળ પર પહોંચી રેસ્કયુ કરી બચાવી લીધા હતાં.

મધુવતી નદીમાં સોમવારે સવારે આશ્રમ પાસે નદીના પુલ ઉપરથી પાણી ગયા મેંદરડા માલણકા ડેમ ૪પ ફુટ ભરાય કુલ પ૧ ફુટ સપાટી છે.

ખડીયા પાસે આવેલ જૂનાગઢ મેંદરડા રોડનું ડાયવઝન ધોવાય જતા હાઇવે બંધ રહ્યા બાદ પુનઃ ચાલુ થયો હતો.

મેંદરડા તાલુકાના દતાણાથી જતો ગોધમપુર ગામની ચીમનો વેકરોનુ સાવ ધોવાણ થતા ગામ લોકો વાહન વ્યવહાર બંધ હોવાથી લોકો મુશ્કેલીમાં છે.

દતાણા થી જતો ખીમપાદર ત્રિવેણીસંગમના નદી કાંઠે રેતા મજૂરોને ૬ લોકોને રાત્રે ૧ર વાગ્યે આસપાસ એનડીઆરએફ.ની ટીમ દડી આવી બચાવી લેવામાં આવ્યા હતાં.

મેંદરડા નાબરતીય જતો રોડ તુમળાજ બનાવવામાં આવ્યો છે. ત્યાં પણ રોડ ધોવાયા મેંદરડા તંત્રની પોલો ખુલી નવા રોડ બનાવવામાં આવ્યા જયાં ત્યાં કાકરીઓ દેખાવા લાગી હતી. (પ-૧૮)

(12:10 pm IST)