Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

પાટીયાળા પાસેના મોતીસર ડેમ પર સાવચેતીનું સાયરન ધીમું

ગોંડલ, તા.૧૬: પાટીયાળી પાસેના મોતીસર ડેમમાં પાણીની આવક થતા ડેમના પાટિયા ખોલવાની ફરજ પડી હતી પરંતુ પાટીયાળી ગામ ને સાવચેતીનું સાયરન સંભળાતું ના હોય ગ્રામજનો દ્વારા સાયરન ની તીવ્રતા વધારવા માંગ કરાઈ છે.

પાટીયાળી ગામથી માત્ર એક કિમી દૂર આવેલ અને રાજકોટ સિચાઈ વિભાગ હસ્તકના મોતીસર ડેમમાં સચરાચર વરસાદ થતા પાણીની આવક થવા પામી છે, અને સિચાઈ વિભાગ ને મોતીસર ડેમના પાટિયા ખોલી પાણી છોડવાની ફરજ પડી હતી, પાણી છોડતા પહેલા વગાડવામાં આવેલ સાયરન ગ્રામજનોને પૂરતું સાંભળ્યું ના હોય ગામના પૂર્વ સરપંચ ઈન્દુભા જાડેજા દ્વારા ડેમ ખાતે દોડી જઇ જવાબદાર અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી.

સાવચેતીના સયરાના ની તીવ્રતા અંગે સિંચાઇ વિભાગના અધિકારી લાલચેતા એ જણાવ્યું હતું કે ગત સાંજના પાણી છોડતા પહેલા સાયરન વગાડવામાં આવ્યું હતું, પરંતુ ગ્રામજનોની ફરિયાદ છે કે સાવચેતી નું સાયરન સંભળાયું નથી તેથી તે માટે ઉચ્ચ અધિકારીઓને જાણ કરાઇ છે અને તાકીદે ઘટનાસ્થળ પર જઈ સાંઈ તીવ્રતા માપી યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. (૨૩.૬)

(12:08 pm IST)