Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

ભારે વરસાદના કારણે મહુવા-બગોદરાની નદીઓમાં ઘોડાપુર :તંત્ર સાબદું

ભાવનગર જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદ પડવાનો શરુ થઇ ગયો છે. તો રવિવારે પડેલા ભારે વરસાદના પગલે મહુવા, બગોદારા વિસ્તારમાં આવેલી નદીઓ બંને કાંઠે વહી રહી છે. આ નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ પણ સર્જાઇ હતી. જેના પગલે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે સાથે સાથે તંત્ર પણ સાબદુ બન્યું છે.

(11:55 am IST)