Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

શેત્રુજી ડેમની સપાટી 22,7 ફૂટે પહોંચી :પાણીની ભારે આવક

ભાવનગર જિલ્લામાં પડેલા ભારે વરસાદના પગલે શેત્રુંજી ડેમમાં પાણીની જબરી આવક આવી રહી છે.શેત્રુંજી ડેમમાં પાણીની સપાટી 22.7 ફૂટે પહોંચી છે.હાલમાં 6000 ક્યુસેક પાણીની આવક હજી પણ યથાવત્ છે. જોકે ડેમ ઓવરફ્લો થવામાં હજી 11 ફૂટ પાણીની ઘટ છે. માનવામાં આવી રહ્યું છે કે, પાણીની આવી આવક રહશે તો ડેમ ઓવર ફ્લો થવામાં વાર નહીં થાય.

(11:54 am IST)