Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

પોરબંદર દરિયાકાંઠે બાર્જ તણાઇ આવ્યું

દરિયામાં રાત્રીએ ભારે પવન અને મોજામાં જેટીએ બાજનું લંગર છુટી ગયુ : જાનહાનિ નથી

પોરબંદર તા. ૧૬ : ગઇકાલે રાત્રે દરિયામાં ભારે પવન તથા મોજા ઉછળતા બારમાસી જેટીએ દરિયામાં માલવાહક માટેનું બાર્જ (મોટી બોટ)નું લંગર છુટી ગયેલ અને આ બાર્જ સ્ટેટ લાયબ્રેરી સામે કાંઠે તણાય આવ્યું હતું.

આ બાર્જમાં ૩થી ૪ ખલાસીઓ છે. બાર્જ કાંઠે તણાય આવતા કોઇ જાનહાનિ થઇ નથી. ૧૯૭૮માં વાવાઝોડું ફુંકાયેલ ત્યારે જેટી ઉપર એક સ્ટીમર લંગર તોડીને બંદર ચોકી દરિયાકાંઠે ચડી ગયેલ હતી.

(11:40 am IST)