Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

ગુજરાતની એકમાત્ર સંસ્કૃત યુનિ.

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ પદે પ્રોફેસર દવેની નિમણૂંક

પ્રભાસ પાટણ તા.૧૬: ગુજરાતની એકમાત્ર સંસ્કૃત યુનિવર્સિટી એવી શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળમાં કુલપતિનો ચાર્જ પ્રોફેસર મહેન્દ્રકુમાર એ. દવેએ સંભાળ્યો છે.

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળમાં પ્રો. અર્કનાથ ચોૈધરીનો કુલપતિ તરીકેનો કાર્યકાળ પૂરો થતાં તા. ૧૩/૭/૨૦૧૮ થી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના સિનિયર ડિન અને છેલ્લા એક વર્ષથી વધુ સમયથી ઇ.રજીસ્ટ્રાર તરીકે પ્રશંસનીય કાર્ય કરનાર પ્રો. મહેન્દ્રકુમાર એ. દવેને ગુજરાત સરકારશ્રીએ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળના કુલપતિનો ચાર્જ સોંપેલ છે.

પ્રો.દવેની નિમણૂંક બદલ સાથી કર્મચારીઓએ તેઓને શુભેચ્છા પાઠવી હતી.

 

(9:32 am IST)