Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

મહુવા-ભાવનગર કોસ્ટલ હાઇવે બંધ: ભાદ્રોડી અને બગડ નદીઓ બની તોફાની : સમગ્ર ગામમાં અંધારપટ: ભાદ્રોડનો બ્રિજ બંધ

ગામની ચણાયેલા દીવાલને પાર કરીને પાણી ગામમાં ઘુસ્યા:બગદાણાના બગડેશ્વર મહાદેવનું મંદિર ડૂબ્યું

ભાવનગર જિલ્લામાં અનરાધાર વરસાદ વરસ્યો છે  જિલ્લાની મોટા ભાગની નદીઓ બે કાંઠે વહી રહી છે.ઓઝત-2 ડેમ ઓવરફ્લો થવાનાં કારણે બગડ નદી બે કાંઠે વહી રહી છે.બીજી તરફ ભાદ્રોડી નદી પણ ગાંડીતુર બનીને વહી રહી છે. 

   બગડ ડેમનાં કારણે નિષ્ક્રિય થઇ ચુકેલી ભાદ્રોડી નદીમાં છેલ્લા 30 વર્ષમાં ન આવ્યું હોય તેટલું પાણી આવ્યું છે. ભાદ્રોડ ગ્રામ્ય વિસ્તારમાં પાણી ફરી વળ્યું છે. ગામના રક્ષણ માટે ચણાયેલા કોટ (દિવાલ)ને પાર કરીને પાણી ગામમાં ઘુસી ચુક્યું છે બગડ નદીમાં પણ ઘોડાપુર આવ્યું છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ગણાતા બગદાણાના બગડેશ્વર મહાદેવનું મંદિર ડુબમાં છે.

(11:17 pm IST)