Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

ઓઝત નદીમાં ઘોડાપુરથી વંથલી અને સુખપુર વચ્ચેનો પુલ ધરાશયી : વાહનવ્યવહાર ઠપ્પ

જુનાગઢ જિલ્લામાં અનરાધાર વરસાદ વરસ્યો હતો તેવામાં વંથલી અને સુખપુર વચ્ચેનો પુલ ધારાશાયી થયો છે. ભારે વરસાદના કારણે ઓઝત નદીમાં ઘોડાપુર આવતા નદી પરનો આ પુલ રવિવારે ધરાશાયી થયો હતો. પુલ તૂટી જવાથી વંથલી અને સુખપુર વચ્ચેનો રસ્તો બંધ થયો છે. જેના પગલે આ પુલ ઉપરથી થતાં વાહનવ્યવહાર પણ ઠપ થયો છે.

 

(12:49 am IST)