Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

મેદરડાના દાત્રાણ ગામે નદીમાં પૂરમાં ફસાયેલા 41 લોકોને રેસ્ક્યુ કરાયા

મેદરડા તાલુકાની દાત્રાણ ગામે નદીમાં પૂરમાં ફસાયેલા 41 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. છેલ્લા 2થી 3 દિવસથી ભારે વરસાદના કારણે દાત્રાણ ગામે રહેતા 41 લોકો પાણી વચ્ચે ફસાયા હતા. ઘટનાની જાણ તંત્રને થતા તાલુકા વિકાસ અધિકારી.સરપંચ સહિત એનડીઆરએફની ટીમ સ્થળ પર પહોંચી હતી અને દિલધડક રેક્યુ ઓપરેશન હાથ ધરી તમામ લોકોને બચાવી લેવાયા હતા.

 

(12:48 am IST)
  • દેવગઢબારિયા તાલુકાના વિરોલ ગામમાં ઉજળ નદીનાં પાણી ઘૂસી જતાં ગ્રામજનો ફસાઈ ગયા હતા. શનિવારે સાંજે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉજળ નદીમાં પૂર આવ્યું હતું. દરમિયાન, છ જેટલી યુવતીઓ એક ફળિયામાંથી બીજા ફળિયામાં જવા માટે નદીનો પટ ઓળંગી રહી હતી ત્યારે પ્રવાહનો વેગ વધતા ફસાઈ ગઈ હતી, પરંતુ હિંમત રાખી તેઓ રેતીના ટેકરા પર ચડી ગઈ હતી, જોકે તો પણ ચારેબાજુ પાણીનો પ્રવાહ વધી જતાં તેઓ નદીમાં ફસાઈ ગઈ હતી. આ અંગે સ્થાનિક તંત્રને જાણ કરવામાં આવતા મામલતદાર, પીએસઆઈ, તાલુકાની ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ તેમને બચાવવા માટે પહોંચી ગઈ હતી અને તેમને સલામત બહાર કાઢવામાં આવી હતી. access_time 1:18 am IST

  • વેરાવળ-દેલવાડા ટ્રેન હડમળિયા પાસે અટવાઇ:ઉના આવતી મીટરગેજ લાઇન ધોવાઇ:ઉના-તાલાલા ટ્રેનમાં મુસાફરો મોજુદ : NDRFની ટીમ મદદ માટે રવાના access_time 1:29 am IST

  • કાલે રાજયભરના કલેકટરો સાથે રેવન્યુ સચિવની રર મુદા અંગે સમીક્ષા : કાલે સવારે રાજકોટ સહિત રાજયભરના કલેકટરો સાથે રેવન્યુ સચિવની ખાસ વીસીઃ તુમાર-બીનખેતી ડેટા એન્ટ્રી વરસાદ-ડેમો-પાણીની સ્થિતિ-જમીન અપીલના પડતર કેસો-મહેસુલ બાકી- સહિતના રર મુદા અંગે સમીક્ષા... access_time 4:24 pm IST