Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

ઓરપેટ હોમ એપ્લાયન્સનો નવો એનર્જી સેવિંગ મોબાઈલ ની એપ્પ વડે સંચાલિત સ્માર્ટ ફેન લોન્ચ

રેગ્યુલેટરની કોઈ જરૂર નથી :આ ફેન L,E,D લાઈટ અને સ્લીપ, બુસ્ટર અને ટાઇમર મોડ વાળા રિમોટ સાથે આવશે

મોરબી : સ્માર્ટફેન વિશે કંપનીના જણાવ્યા મુજબ, આ રેન્જ કામ કરે છે B,L,D,C ટેકનોલોજી થી અને એની કિંમત છે 3100 રૂપિયા છે

ઓરપેટ હોમ એપલાયન્સ કંપની નો દાવો છે કે આ ફેન વર્ષ માં 65% ઓછી વીજળી નો ઉપયોગ કરે છે, અને સામાન્ય ફેન 3 ગણો વધુ ઝડપથી કામ કરે છે સાથેજ તે વોલ્ટેજની વધઘટ સામે 2 ગણુ રક્ષણ આપે છે.
  આ ફેન સાથે એક અલગથી બુસ્ટ મોડ આપવામાં આવે છે,જો વોલ્ટેજ 160 થી ઓછા કે 260 થી વધારે આવે તો પણ આ ફેન બુસ્ટ મોડની મદદ થી 360 થી 380 rpmની હવા ફેંકે છે.
ઓરપેટ નો આ નવો સ્માર્ટ ફેન એક મોબાઈલની એપ્પ વડે સંચાલિત કરી શકાય છે, આ ફેન માં રેગ્યુલેટરની કોઈ જરૂર રહેતી નથી, કંપની ના કેહવા મુજબ આ ફેન L,E,D લાઈટ અને સ્લીપ, બુસ્ટર અને ટાઇમર મોડ વાળા રિમોટ સાથે આવે છે.
આ નવો ફેન અવાજ રહિત, એનવાયરમેન્ટ ફ્રેન્ડલી અને એન્ટી બેકટીરીયલ ટેકનોલોજી સાથે આવે છે જેનાથી 99.2 % જેટલા નુકસાનકારક કીટાણું સામે રક્ષણ મળે છે, ઓરપેટ કંપનીનો દાવો છે કે  આ નવો સ્માર્ટ ફેન એક વર્ષ માં 3.3 લાખ કિલો કોલસાનો ઉપયોગ ઘટાડી શકે છે અને એક વર્ષ માં કાર્બનનું ઉત્સર્જન 66 લાખ કિલો સુધી ઘટાડી શકાય છે

(11:49 pm IST)