Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

ધોરાજીમા કોરોનાની રસી બાદ શરીરમાં મેગ્નેટિક ઇફેક્ટ....?

મુસ્લીમ આધેડનુ શરીર મેગ્નેટિક ઇફેક્ટ આપતું થયું હોવાનો વીડિયો વાયરલ

ધોરાજી :-  ધોરાજી ખાતે કોરોના પ્રતિકાર માટેની રસી લીધાં બાદ મુસ્લીમ આધેડનુ શરીર મેગ્નેટિક ઇફેક્ટ આપતું થયું હોવાનો વીડિયો વાયરલ થયો હતો.
 આ અંગે મળતી માહિતી પ્રમાણે ધોરાજીના જીલાની એપાર્ટમેન્ટ માં રેહતાં સલીમભાઈ મોહમદભાઈ હાડા એ કોરોના વેક્સિન લીધાં બાદ તેમનાં શરીરમાં જાણે ચુંબકીય શક્તિ આવી હોય તે પ્રમાણે શરીરમાં સ્ટીલની વસ્તુઓ શરીર પર ચોંટી રહી છે.
વિડિયોમાં જોતા તેમનાં શરીર પર સિક્કાઓ અને ચમચીઓ સહીત સ્ટીલની ચીજ વસ્તુઓ ચોંટી રહી છે. શરીરમાં જાણે ચુંબકીય આકર્ષણ થતું હોઈ તેવા દ્રશ્યો વાયરલ વીડિયોમાં દેખાઇ રહ્યા હતા.

(10:01 pm IST)