Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી જવાહરભાઇ ચાવડાના અધ્યક્ષ સ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ: જિલ્લામાં રૂ. ૪૦૦ લાખના ૧૫૩ કામોને મંજૂરી અપાઈ

 પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી અને પ્રવાસન, મત્‍સ્‍યોધોગ મંત્રી જવાહરભાઈ ચાવડાના અધ્‍યક્ષપદેજિલ્‍લા આયોજન મંડળની બેઠક વિડીયો કોન્ફરન્સ મારફત યોજાયેલ હતી.
આ બેઠકમાં મંત્રી વીડિયો કોન્ફરન્સથી વર્ચ્યુઅલ સહભાગી થયા હતા.
 બેઠકમાં વિકેન્‍દ્રિત જિલ્‍લા આયોજન કાર્યક્રમ તળેની વિવિધ જોગવાઇઓ હેઠળ વર્ષ 2021-22ના (વિવેકાધીન (અનુ.જાતી પેટા યોજના), (સામાન્‍ય), પ્રોત્‍સાહક, ખાસ પછાત વિસ્‍તાર ધેડ, વિવેકાધીન નગરપાલીકા) વિકાસના ૧૫૩ કામો માટે રૂા.૪૦૦ લાખના કામોને મંજુરી આપવામાં આવી હતી.વિકેન્‍દ્રિત જિલ્‍લા આયોજન કાર્યક્રમ તળેની વિવિધ જોગવાઇઓ હેઠળ વર્ષ 2018-19 થી 2020-21ના કામોની સમીક્ષા પણ કરવામાં આવી હતી તેમજ કામોને સમયાંતરે પુર્ણ કરવા સૂચના આપવામાં આવેલ હતી.
મંત્રીએ અધિકારીઓને વિકાસ લક્ષી કામો સમયસર શરૂ કરી દેવા અને પાછલા વર્ષના કામો સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે પણ માર્ગદર્શન આપ્યું હતું.
કલેકટર અશોક શર્માએ વિકાસના હાથ પર લેવાયેલા કામોની રૂપરેખા આપી  અમલીકરણ અધિકારીઓને જરૂરી સુચના આપી હતી.જિલ્લા આયોજન અધિકારી વી.એલ.સોનગરાએ સંકલિત માહિતી રજૂ કરી હતી.આ બેઠકમાં જિલ્લા અને તાલુકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(7:36 pm IST)