Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

કચ્છના ભચાઉમાં પુત્રએ પિતાનું ઢીમ ઢાળી દીધું: તીક્ષ્ણ હથિયાર વડે હત્યા

(વિનોદ ગાલા દ્વારા) (ભુજ) કચ્છના ભચાઉ તાલુકાના આમરડી ગામે પુત્રએ પિતાનું ઢીમ ઢાળી દેતાં ખળભળાટ મચી ગયો છે. કલયુગી દીકરાએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પોતાના આધેડવયના પિતાની હત્યા કરી નાખતાં ભચાઉ પંથકમાં ચકચાર મચી ગઈ છે. આજે વહેલી સવારના અરસામાં હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. મૃતક ૬૦ વર્ષીય આધેડ રતાભાઈ પટેલના સગા પુત્ર પ્રકાશે આ હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. આ બનાવની જાણ થતાં ભચાઉ પોલીસ સ્થળ પર આમરડી ગામે દોડી ગઈ છે. પોલીસે હત્યાની સઘન તપાસ હાથ ધરી છે. હત્યાનું કારણ હજી બહાર આવ્યું નથી.

(2:58 pm IST)