Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

ચાંપરડાના સંત અસરગ્રસ્તોની વ્હારે સવા કરોડના સ્ટીલના પતરાનું પૂ. મુકતાનંદબાપુ દ્વારા પરસોતમ રૂપાલાની ઉપસ્થિતિમાં વિતરણ

જુનાગઢ : અખિલ ભારત સાધુ સમાજના અધ્યક્ષ પૂ. મુકતાનંદબાપુ, બાપુ ગિરના માલધારીઓને વ્હારે આવી અને નેસડામાં અંદાજ સવા કરોડના પતરાઓનું વિતરણ કર્યુ હતું. તાઉત વાવાઝોડાના કારણે ગિરના નેસડામાં ઝૂંપડા ઉડી ગયા હતા આથી ઝૂંપડાને ઢાંકવા માટે કરૂણામૂર્તિ સંત પૂ. મુકતાનંદબાપુ આગળ આવી સવા કરોડના સ્ટીલના પતરાનું વિનામુલ્યે કેન્દ્રીય મંત્રી પુરૂષોતમ રૂપાલાની ઉપસ્થિતીમાં વિતરણ કરાયુ હતું. વિસાવદરના ખાંભડાનેસ ખાતે માલધારીઓને ઘર દીઠ ૧૦ પતરા એક પરિવાર દીઠ ૧૬ હજાર રૂપિયાના પતરા આપવામાં આવેલ અંદાજીત ૭૦૦ જેટલા માલધારી પરિવારોને રૂ. સવા કરોડના સ્ટીલના પતરા વિતરણ કરવામાં આવ્યા હતા આ તકે લોકસાહિત્યકાર રાજભા ગઢવી અર્જુનસિંહ રાઠોડ, કમલેશભાઇ ધાધલ, પૂ. સંપૂણાનંદબાપુ સહિતના ઉપસ્થિત રહ્યા હતાં. (અહેવાલ વિનુ જોશી, તસ્વીર : મુકેશ વાઘેલા -જુનાગઢ)

(2:11 pm IST)