Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

જેતપુરના સાડીના કારખાનાઓમાં વેઠ કરાવાતી હોવાની ફરીયાદ ઉઠતા ૧૮ બાળકોને છોડાવાયા

બચપન બચાવો તેમજ એ.એચ.ટી.યુ.ની સંયુકત કામગીરી

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૧૬ : શહેરમાં ચાલતા સાડીના કારખાનાઓમાં ઘણા કારખાનેદારો દ્વારા મજુરી ઓછી ચુકવવી પડે અને વધુ કામ લઇ શકાય તેવા હેતુથી પરપ્રાતિય મજુરોને કામે રાખવામાં આવે છે કારખાનાઓમાં કારીગરો પુરા પાડવા ઠેકેદારો નાની ઉંમરના બાળકોને યુપી.,બિહારથી લાવી મામુલી મજુરી ચુકવી વેઠ કરાવે છે તેઓને પ થી ૬ હજારથી ૧૦/૧ર હજાર પગાર આપતા હોય તેમની પાસે ગજાબહારનું કામ કરાવડાવતા હોય તેવી ફરીયાદ ઉઠતા દિલ્હીની સામાજીક સંસ્થા ''બચપન બચાવો''ના સ્ટેટ કોઓર્ડીનેટર શીતલબેન પ્રદિપ તથા દામીનીબેન પટેલએ એન્ટીહ્યુમન ટ્રાફીકીગના મયુરભાઇ વિરડા, નિલેશભાઇ ડાંગર ગઇકાલે શહેરના ભોજાધાર વિસ્તારમાં જુદા જુદા ૩ કારખાનાઓમાં રેઇડ કરતા ૧૮ બાળ મજુરો મળી આવતા જેતપુર શહેર પોલીસને સોપતા ૩ કારખાનાઓ અતુલ ફીનીશીંગના માલીક, ભુપતભાઇ ભાદાભાઇ ગરીયા ગાયત્રી ફીનીશીંગના માલીક સાગર જયસુખભાઇ જયસ્વાલ, કામધેનું ફીનીશીંગ તેના ર યુનીટ હોય તેના ઠેકેદારો અસ્પતાલીરામ, સાબદા, ચારેય શખ્સો આઇપીસી ૩૪૪, ૩૧૪ મુજબ ગુન્હો નોંધી બાળકોને બાળ સંરક્ષણ ગૃહ ખાતે મોકલી આપેલ.

અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના સાડીઓના કારખાનામાં બાળ મજુરોની સંખ્યા ઘણી વધુ છે જયારે રેઇડ કરવામાં આવેલ ત્યારે બાળકોને છોડાવેલ છે ફરી યથાવત લગાડી દેવામાં આવે છે.જેમાં મહત્વનો ભાગ ઠેકેદારો ભજવે છે. પોતાના ફાયદા માટે બાળકોને ઓછા રૂપિયા આપી પોતે વધુ રૂપિયા કમાય છે.

(2:09 pm IST)