Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

ખંભાળીયાના મોટી ખોખરીમાં જૂગાર રમતા છ ઝડપાયા

ખંભાળીયા તા. ૧૬ :.. મોટી ખોખરી ગામની ચોબન સીમમાં આરોપી નં. ૧ ની વાડી એ બહારથી માણસો બોલાવી ગંજીપતાના પાના વડે પૈસાની હારજીત કરી તીનપતી રોન પોલીસ નામનો જૂગાર રમે છે. અને આરોપી નં. ૧ જૂગારનો અખાડો ચલાવે છે. તેવી હકિકત આધારે પંચો સાથે રેઇડ કરી રૂ. ૧,પ૧,૧૬૦ તથા પાંચ મોબાઇલ કિ. રૂ. ૧૧,પ૦૦ તથા એક ફોર વ્હીલ તથા ચાર મો. સા. કિ. રૂ. ર,૦૦,૦૦૦ મળી રૂ. ૩,૬ર,૬૬૦ ના મુદામાલ સાથે (૧) રામશીભાઇ ખીમાભાઇ કરમુર (ર) જસમતભાઇ રવજીભાઇ બાવળીયા રહે. ખામનાથ મંદિર પાસે ખંભાળળીયા, (૩) અલ્પેશભાઇ ઉર્ફે રાહુલ ધરમીશભાઇ વાડલીયા, રહે. ખામનાથ મંદિર પાસે (૪) હેમંતભાઇ અરજણભાઇ નદાણીયા, (પ) જીતેન્દ્રભાઇ ઉર્ફે જીતુ નરશીભાઇ ભોગાયત (૬) રાજાભાઇ પબાભાઇ ડેર રહે.ને ઝડપી લીધા હતાં.

આ કાર્યવાહીમાં એલસીબી પો. ઇન્સ. જે. એમ. ચાવડાનાઓની સુચના મુજબ પો. સ. ઇ. એસ. વી. ગળચર, એ. એસ. આઇ. વિપુલભાઇ ડાંગર, અજીતભાઇ બારોટ, દેવશીભાઇ ગોજીયા, સજુભા જાડેજા, કેશુરભાઇ ભાટીયા, નરસીભાઇ સોનગરા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા હેડ કોન્સ. મસરીભાઇ આહીર, ભરતભાઇ ચાવડા, બોઘાભાઇ કેશરીયા, લાખાભાઇ પિંડારીયા, જીતુભાઇ હુણ, અરજણભાઇ મારૂ, બલભદ્રસિંહ ગોહીલ, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, હસમુખભાઇ કટારા પોલીસ કોન્સ. વિશ્વદીપસિંહ જાડેજા જોડાયા હતાં.

(2:09 pm IST)