Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

વિસાવદરના રૂપાવટી ગામે ૪ા લાખનો વિદેશી દારૂ કબ્જેઃ ૧૦૬૮ બોટલ ભરેલ વાહન કબ્જે કરાયુ

જુનાગઢ તા. ૧૬ :.. રૂપાવટી (ઇશ્વરીયા) ગામના અનકભાઇ સામતભાઇ વિકમા મોટી પીંડાખાઇથી બગસરા હાઇવે તરફ જતા રોડથી અંદરની તરફ હાજાણી પીપળીયા ગામની સીમમાં ગૌચરની જમીનમાં ઇંગ્લીશ દારૂનું કટીંગ કરવાની વેતરણમં હોય અને પોતાના હવાલાવાળી મહીન્દ્રા પીકઅપ ગાડી ઇંગ્લીશ દારૂ ભરેલ હાલતમાં પડેલ છે. તેવી હકિકત મળેલ હોય જેની રેઇડ કરતા ગૌચરની જમીનમાં સફેદ કલરની એક મહીન્દ્રા પીકઅપ ગાડી પડેલ હોય જેથી મહીન્દ્રા પીકઅપમાં પાછળના ભાગે કાળા કલરનું પ્લાસ્ટીક ઢાંકેલ હાલતમાં જોવામાં આવેલ અને મહીન્દ્રા પીકઅપમાં કાળા કલરનું પ્લાસ્ટીક હટાવી જોતા ઇંગ્લીશ દારૂની કુલ પેટી નંગ-૮૯ હોય જેમાં એક પેટીમાં નંગ-૧ર લેખે કુલ બોટલ નંગ ૧,૦૬૮ જેમાં પેટી નંગ ૬૮ જેમાં એક પેટીમાં નંગ-૧ર લેખે કુલ બોટલ નંગ ૮૧૬  તથા પેટી નંગ-ર૧ જેમાં એક પેટીમાં નંગ-૧ર લેખે કુલ બોટલ નંગ રપર હોય જેની કુલ કિ. રૂ. કિ. રૂ. ૪,ર૭,ર૦૦ તથા એક મહીન્દ્રા પીકઅપ વાહન જેના રજી. નં. જીજે-૦પ એયુ ૯૯૭૦ વાળી જેની કિ. રૂ. ૧,પ૦,૦૦૦ ગણી એમ કુલ મુદામાલ કિ. રૂ. પ,૭૭,ર૦૦ પકડી પાડેલ છે.

પીઆઇ એન. આર. પટેલ તથા પો. સબ. ઇન્સ. આર. ડી. ડામોર તથા એ. એસ. આઇ. આર. બી. દેવમુરારી તથા પોલીસ હેડ કોન્સ. દિલુભાઇ ઠાકરણભાઇ ગઢવી તથા પોલીસ કોન્સ. ધવલભાઇ અમૃતભાઇ વેગડ તથા પોલીસ કોન્સ. અજીતસિંહ જુવાનસિંહ ભાટી તથા પોલીસ કોન્સ. નવલભાઇ દલસુખભાઇ નળીયાપરા તથા પોલીસ કોન્સ. સાગરભાઇ સીદાભાઇ જાદવ તથા પોલીસ કોન્સ. હિતેશભાઇ રાજેશભાઇ રૈયાણી વિગેરે વિસાવદર પોલીસ સ્ટાફે સાથે રહી કામગીરી કરેલ છે.

(11:40 am IST)