Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

જસદણના ગૌતમભાઈએ પાંચ કિલોના વજનનું નાનુ નગારૂ (આરતી મશીન) બનાવ્યું

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ, તા. ૧૬ :. લાતી પ્લોટમાં રહેતા અને આદ્યશકિત હેન્ડીક્રાફટના નામથી વ્યવસાય કરતા ગૌતમભાઈ વઘાસિયાએ કોરોનાની બીજી લહેરમાં વેપાર-ધંધા ઠપ્પ હતા ત્યારે નવરાશના સમયમાં આરામ કરવાને બદલે પોતાની મહેનત અને સૂઝબૂજથી એકદમ નાનુ નગારૂ (આરતી મશીન) બનાવ્યું. અત્યાર સુધીમાં આવું નગારૂ કોઈએ પણ નથી બનાવ્યું ગૌતમભાઈને પહેલેથી જ કંઈક અલગ કરવાની જિજ્ઞાસા હતી. મોટા નગારામાં જે સુવિધા આપવામાં આવે તે બધી સુવિધા આ નગારામાં છે. માત્ર ૫ કિલો વજનનું આ નગારૂ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. સાવ ઓછા પાવરમાં તે ચાલે છે આથી વીજળીની પણ બચત થાય છે.

આ નગારાની લંબાઈ ૧૫ ઈંચ, પહોળાઈ ૭ ઈંચ, ઉંચાઈ ૮ ઈંચ છે. આમેય જસદણ હાથ બનાવટની ચીજવસ્તુઓમાં મોખરાનું સ્થાન ધરાવે છે ત્યારે ગૌતમભાઈએ બનાવેલ મીની આરતી મશીન આ ઉદ્યોગની યશકલગીમાં એક વધુ પીંછાનો ઉમેરો થયો છે.

(11:40 am IST)