Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

લગ્ન કરી લૂંટી લેતી લુંટેરી દુલ્હનની ગેંગને ઝડપતી માંડવી પોલીસ

લગ્નના જમણવારના ૧.૮૦ લાખ પડાવી ફરાર થનાર દુલ્હન યુવતિ અને અન્ય મહિલા સહિત બનાસકાંઠા, સાબરકાંઠાના ૮ ઝડપાયા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૧૮:  માંડવીના કાઠડા ગામના તરૂણ ગઢવી એ પોતાની સાથે લગ્ન કર્યા બાદ રૂપિયા પડાવી ફરાર થઈ ગયેલ લુંટેરી દુલ્હન સહિત ૮ સામે નોંધાવેલી ફરિયાદ બાદ પોલીસે આઠેય જણાની ગેંગને ઝડપી લીધી છે.

પોલીસે લગ્ન બાદ જમણવાર માટે ૧.૮૦ લાખ રૂપિયા ખર્ચના લઈ લેનાર મૂળ યુવતી ધર્મીષ્ઠા લાલાભાઈ બુબડીયા (પીપળી વાળી વાવ, દાતા, બનાસકાંઠા), ઉપરાંત અન્ય મહિલા રમીલા દીપસંગ ઉર્ફે દીપક ઠાકોર (ઉપતા, વીસનગર, મહેસાણા) તેના પતિ દીપસંગ ઠાકોર, આરીફ અમીન મેમણ (દાતા, બનાસકાંઠા), પ્રભુ રમેશ દેવરા, રાહુલ રમેશ દેવરા (છોટા પીપોદરા), કાળુ ધૂડાભાઈ મકવાણા (કોટીવાસ, બનાસકાંઠા), રમેશ આદિવાસી (ખેરવા બોર્ડર, ખેડબ્રહ્મા) ની ધરપકડ કરી છે. માંડવી પીઆઈ આર.સી. ગોહિલ, પીએસઆઈ એમ.એચ. પટેલ અને પોલીસ ટીમે આ કાર્યવાહી કરી છે.

(11:38 am IST)