Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

ઉનાઃ જુગાર રમતા ૪ શખ્સો ૧૧ હજારની રોકડ સાથે ઝડપાયા

ઉના તા. ૧૬ :.. એહમદપુર માંડવી બીચ ઉપર ઝાડી પાછળ જાહેરમાં જૂગાર રમતા ૪ શખ્સને રૂ. ૧૧૪૪૦ રોકડ સાથે પકડી પાડયા છે.

ઉનાનાં પોલીસ ઇન્સ્પેકટર વિજયસિંહ ચૌધરીની સુચનાથી ડી સ્ટાફનાં પોલીસ જમાદાર અરવિંદભાઇ પી. જાની, સંદિપસિંહ વલ્લભસિંહ, ધર્મેન્દ્રસિંહ રાજસિંહ ત્થા સ્ટાફે એહમદપુર માંડવીમાં  હોટલ પાછળ દરીયા કિનારે ઝાડીની પાછળ જાહેરમાં જૂગાર રમતાં તીનપતીનાં નિલેશ રતીલાલ, રાહુુલ ધીરજભાઇ, નીલેશ ધીરજભાઇ, સાગર કાંતીભાઇ રે. તમામ ઘોઘલા જીલ્લો દિવ વાળાને રોકડા રૂપિયા ૧૧ હજાર ૪૪૦ સાથે પકડી ઉના લાવી ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.

(11:34 am IST)