Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

જસાધાર (ગીર)માં વાવાઝોડા બાદ મોબાઇલ નેટવર્ક ઠપ્પઃ ઓનલાઇન અભ્યાસ કરવામાં વિદ્યાર્થીઓને ભારે પરેશાની

(નવીન જોષી દ્વારા) ઉના,તા. ૧૬: ગીરગઢડા તાલુકાના જસાધાર (ગિર) ગામે લોકો વાવાઝોડા બાદ મોબાઈલ નેટવર્ક વગર હાલાકી ભોગવી રહ્યા છે. આ નાનકડા ગામમાં ઘણા લોકો એ મોબાઈલ ખરીદી કરી લીધેલ હોય પરંતુ નેટવર્ક ના અભાવે મોબાઈલના ખાલી ડબલા લઇ ને ફરતા હોય તેવો અનુભવ ગામ લોકો કરી રહ્યા છે.

ઘણી વાર હવાના ઝોકાની જેમ ટાવર પકડાઈ જાય તો વાત થઈ શકે છે. નહીં તો ઘરની બહાર નીકળી ઉંચાઈ વાળી જગ્યાએ જઇ વાત કરવા લોકો પ્રયત્ન કરતા રહે છે.

આ નાનકડા ગામમાં વિઘાર્થીઓ ની સંખ્યા પણ ૧૦૦ આસપાસ હોય જેમાંથી ઘણા ધોકડવા, ભાચા, ઉનાની સ્કૂલો, હાઈસ્કૂલો અને કોલેજોમાં એડમિશન લીધેલ હોય . હાલ કોરોના મહામારીના કારણે વિઘાર્થી ઓ વિવિધ એપ્લિકેશન અને લિંકના આધારે ઘરે બેસી ઓનલાઈન ભણવાનો પ્રયત્ન પણ કરતા હોય. પણ જેમ મોબાઈલના ટાવર જ પુરા પકડાતા ન હોય ત્યાં ઈન્ટરનેટ પકડાવાનું તો સપના જોવા જેવું બની ગયું છે.

નાના મોટા શહેરોમાં જેમ મોટી મોબાઈલ કંપની ઓ બિઝનેશ અને કોમિટીસનમાં હરીફાઈ કરતા હોય તેમ ટાવરો ખડકી રહ્યા છે. આ નાનકડા જસાધાર ગામમાં પણ વિદ્યાર્થી ઓના ભાવિ અને ગ્રામ લોકોની કનેકિટવિટી જળવાઈ રહે તે માટે મોબાઈલના નેટવર્ક અને ઈન્ટરનેટ ઉપલબ્ધ કરાવે તેવી લોક લાગણી ઉભી થવા પામેલ છે.

(11:33 am IST)