Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

લેન્ડ ગ્રેબીંગની ફરીયાદમાં ગોંડલના કોંગ્રેસ નેતાની રીમાન્ડ અરજી નામંજુર

રાજકોટ, તા. ૧૬ :  ગોંડલ સિટી પોલીસ સ્ટેશનના વેજા ગામના રહેવાસી વિક્રમભાઇ ડાંગર દ્વારા એડવોકેટ દિનેશ પાતર તથા અન્યો વિરૂદ્ધ લેનડ ગ્રેબિંગ એકટની કલમ ૪,પ તથા આઇ.પી.સી.ની કલમ ૪૦૬, ૪ર૦, ૪૪૭, ૩૮૪, પ૦૬, ૧ર૦ (બી) મુજબની ફરીયાદ નોંધવામાં આવેલ જે અનુસંધાને લેન્ડ ગ્રેબીંગ સ્પેશ્યલ કોર્ટના એડી. સેસન્સ જજશ્રી કે.ડી. દવે એ પોલીસે દ્વારા માંગવામાં આવેલ પ દિવસની રીમાન્ડ અરજી નામંજુર કરતો હુકમ ફરમાવેલ છે.

બનાવી ટુંક હકીકત એવી છે કે કોંગ્રેસ પક્ષના નેતા અને ગોંડલમાં વકીલાતની પ્રેકટીસ કરતા એડવોકેટ દિનેશભાઇ પાલાભાઇ પાતર તથા અન્ય વિરૂદ્ધ ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં વેજા ગામના રહેવાસી વિક્રમભાઇ ડાંગર દ્વારા લેન્ડ ગ્રેબિંગ એકટની કલમ ૪,પ તથા આઇપીસીની કલમ ૪૦૬, ૪ર૦, ૪૪૭, ૩૮૪, પ૦૬, ૧ર૦ (બી) ફરીયાદ નોંધવામાં આવેલ હતી. જે ફરીયાદમાં કરવમાં આવેલ આક્ષેપો મુજબ તેઓએ તેમના ભાગીદાર સાથે મળી ગોંડલ-રના રેવન્યુ સર્વે નં. ર૯પ પૈકી ૧ અને ૧ પૈકી ર ની ઘાચી પાટી તરીકે ઓળખાતી જમીન આશરે ૬ વીઘા રજી. વેચાણ દસ્તાવેજથી ખરીદ કરેલ હતી જે જમીન અંગેનું આરોપીઓએ બોગસ સાટાખત ઉભું કરી જમીનનો ગેરકાયદેસર કબજો જમાવી કબજો ખાલી કરવા રૂપિયા ર૩ લાખની ખંડણી માંગેલ અને જો રૂપિયા ર૩ લાખ ચુકવવામાં નહિ આવે તો એટ્રોસીટીના ગુનામાં ફીટ કરાવી દેવાની ધમકી એડવોકેટ દિનેશ પાતર તથા બીજા આરોપીઓ દ્વારા આપવામાં આવેલ.

ઉપરોકત ફરીયાદ નોંધાયા બાદ આરોપી દિનેશ પાલભાઇ પાતરની પોલીસ દ્વારા  દિવસના રીમાન્ડની અરજી કોર્ટમાં કરવામાં આવેલ હતી જે અરજી અનુસંધાને આરોપી દિનેશભાઇ પાતરના વકીલ શ્રી સંજય પંડિત દ્વારા રજુઆતો કરવામાં આવેલ હતી અને આરોપીની કસ્ટોડિયલ ઇંટરોગેશનની કોઇ જરૂરીયાત નથી તે મતલબની દલીલો કરવામાં આવેલ જે તમામ દલીલો અને આરોપીના વકીલ શ્રી એ રજુ રાખેલ હાઇકોર્ટના ચુકડાઓને ધ્યાને લઇ રીમાન્ડ અરજી નામંજુર કરવામાં આવે હતી.

આ કામે આરોપી વતી એડવોકેટ સંજય પંડિત, બીનીતા પટેલ વિગેરે રોકાયેલ હતા.

(11:30 am IST)