Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

ટંકારના લજાઈથી ભડીયા જવાના રસ્તે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ૬ પતાપ્રેમીઓ ઝડપાયા

ટંકારા પોલીસે રોકડ રકમ રૂ.૪૦૫૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

મોરબી જીલ્લામાં જુગારની મોસમપુર બહાર ચાલી રહી છે ત્યારે પોલીસ પણ તેને રોકવા માટે સતત દરોડા પાડી રહી છે.ટંકારના લજાઈ ગામથી ભડીયા જવાના રસ્તે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ૬ શકુનીઓને ટંકારા પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

 આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ટંકારાના લજાઈ ગામથી ભડીયા તરફ જવાના રસ્તે પેકેજીંગના કારખાનાના પાછળ ખુલ્લી જગ્યામાં જુગાર રમતા કેતનભાઈ રમેશભાઈ જાકાસણીયા, હાર્દિકભાઈ જયંતીભાઈ જાકાસણીયા, ચેતનભાઈ કાન્તિલાલ બજાણીયા, ભરતભાઈ પ્રેમજીભાઈ ઘોડાસરા, નિર્મળભાઈ રાયધનભાઈ હુંબલ અને ઉમેશભાઈ મોહનભાઈ પનારાને રોકડ રકમ રૂ.૪૦૫૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

(10:14 pm IST)