Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

મોરબીના રવાપર ઘુનડા રોડ પરથી બે બોટલ દારૂ સાથે એક ઝડપાયો

મોરબીના રવાપર ધૂનડા રોડ પરથી પોલીસે ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રવાપર ધૂનડા રોડ પરથી આરોપી ભરત કાનાભાઈ ચાવડા (ઉ.વ.૨૨) ( રહે રવાપર ગામ મોરબી વાળા) ને ઝડપી લઈને ઈંગ્લીશ દારૂની ૨ બોટલ કીમત રૂ ૬૦૦ નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે

(9:37 pm IST)